આજ રોજ તા આઠ ડિસેમ્બર ના રોજ ઓપન માઈન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ની નવી શાખા નું ઉદ્ધઘાટન વાગરા ના ધારાસભ્ય ના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રણા ના વરદ હસ્તે 7X એમ્પાયર તવરા રોડ ઝાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું આ ક્લિનિક માં ઔટીઝમ એ. ડી. એચ ટી શીખવાની અ ક્ષમતા બૌદ્ધિક અ ક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તન ને લઈને થતી સમસ્યા નો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે,હાલના સમયમાં જન્મજાત બાળકો ને ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે બોલવામાં તકલીફ એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલ ના વપરાશ થી થતી સમસ્યાઓ અને એના માટેજ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થા નું હવે ભરૂચમાં આગમન થયું છે,સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બોદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ કલીનિકમાં ઉકેલ લવાશે
ર્ડો ફરહીન મલેક દ્વારા સંચાલિત આ ક્લિનિક નો લાભ હવે તમામ આ સમસ્યા થી પિડીત બાળકો ને મળશે