સુનિતા વિલિયમ પૃથ્વી પર પાછા ફર્યા ધબકારા વધારનારી દસ મિનિટ જીવ અધ્ધર થયા

સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સહિત અન્ય બે સાથી અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ફ્લોરિડાના કિનારે સમુદ્રમાં ઉતરવામાં તેને 17 કલાકનો સમય લાગ્યો હતો.પરંતુ આ માં દસ મિનિટ એવી હતી જેણે તમામના હૃદયના ધબકારા વધારી દીધા હતા. છે. જ્યારે કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તેની ઝડપ આશરે 28000 કિ.મી પ્રતિ કલાકની હોય  અને કેપ્સ્યુલ આ ઝડપે પસાર થાય ત્યારે તે વાતાવરણ સામે ઘર્ષણ થાય છે અને ઘર્ષણને કારણે, કેપ્સ્યુલ 3500 ફેરનહીટ સુધી ગરમ થાય છે. મતલબ કે તાપમાન એટલું વધી જાય છે કે લોખંડ પણ પાણીમાં ફેરવાઈ જાય છે. પરંતુ કેપ્સ્યુલમાં રહેલી ખાસ ધાતુઓ કેપ્સ્યુલને ગરમીથી બચાવે છે. આ સૌથી મુશ્કેલ મિનિટોમાં કેપ્સ્યુલનું સિગ્નલ પણ તૂટી જાય છે. નાસા અનુસાર આ સમય લગભગ  10 મિનિટનો હતો. મિશન કંટ્રોલનું કેપ્સ્યુલ પર કોઈ નિયંત્રણ હોતું નથી.આ સમય દરમિયાન જ્યારે કેપ્સ્યુલની અંદર બેઠેલા અવકાશયાત્રીઓ બહાર જોતા હતા, ત્યારે તેમને લાગ્યું કે જાણે તેઓ આગના ગોળામાં બેઠા હોય પરંતુ તેઓ આ તાપમાન અનુભવતા નથી કારણ કે કેપ્સ્યુલના ઉપરના સ્તરમાં હીટ શિલ્ડ ટાઇલ્સ હોય છે જે તાપમાનને પ્રવેશવા દેતા નથી. બંને અવકાશયાત્રીઓ સહી સલામત પૃથ્વી પર પહોંચી ગયા છે તેમણે નવ મહિના અને 13 દિવસનો સમય અંતરિક્ષમાં પસાર કર્યો હતો

Leave a Comment

WhatsApp us