પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકા અને હમ ટીવી તરફ થી તાજીયા ઝુલુસ માં સરબત વિતરણ કરાયું હતું. શહેર માં શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.જેમાં પીરામન નાકા પાસે મોહરમ તેહવાર માં તાજીયા ઝુલુસ જોવા મુસ્લિમ બિરાદરો આવ્યા હતા ત્યારે અંકલેશ્વર તાલુકા પત્રકાર એકતા પરિષદ તેમજ હમ ટીવી દ્વારા સરબત ની પ્રશાદી પીવડાવી હતી જેમાં ભરૂચ જિલ્લા પત્રકાર પરિષદ ના પ્રમુખ અતુલ મુલાની,તાલુકા પ્રમુખ કેયુર રાણા,હમ ટીવી ના ડાયરેક્ટર અસલમ ખેરાણી,અસપાક બાગવાલા,નઝમુદિન શેખ,વિનોદ પટેલ,સમદ ખેરાણી,સુરજ પટેલ,મહેશ મુલાની,અને શહેર ના અન્ય પત્રકારો જોડાયા હતા અને સરબત નું વિતરણ કર્યું હતું અને શહેર ના કસ્બાતી વાડ, હજરત હાલીમશાહ દાતાર ભંડારી, અંસાર માર્કેટ કાગઝીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાડફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાના જુલૂસ નીકળ્યા હતા.
[democracy id="1"]
[adsforwp id="47"]