પત્રકાર ને પ્રમાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓ ને પત્રકારો નો સધિયારો બનવા હાંકલ…
13 મી જુલાઇ ને શનિવારે સવારે 11 વાગ્યા ના સુમારે ભરૂચ ના ડો બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન યોજયુહતું.આ સંમેલન માં પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અઘ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા,કમલેશ પટેલ સહિત પ્રદેશ મહા મંત્રી,શ્રી કિરણભાઈ મલેશિયા, મંત્રીઓ,સહ મંત્રીઓ તેમજ મહિલા વિંગ ના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમિમ બેન પટેલ સહિત મહિલા વિંગ ની બહેનો,ઝોન હોદ્દેદારો, તેમજ સતીષ કુંભાણી,સહિત જિલ્લા પ્રમુખો,જોન પ્રભારી,સહ પ્રભારી કોર્ડીનેટરો સહિત જિલ્લા શહેર ને તાલુકા ના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ની સફળતા ના શિખરો ચડાવ્યા હતા.
કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટ્ય થી કર્યો હતો, પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો,ઝોન આગેવાનો,જિલ્લા પ્રમુખો ની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓ નું સન્માન. અને સ્વાગત કર્યા બાદ,સામાજિક સંસ્થાઓ ની સિદ્ધિઓ ને બિરદાવી,સેવા સંસ્થાઓ ના આગેવાનો નું સન્માન કર્યું હતું,અને સામાજિક સંસ્થાની સેવાઓ ને બિરદાવી તાળીઓ ના નાદ સાથે સન્માનિત કર્યા હતા..
શ્રી આકાશ મોદી RSPL કંપની પાનોલી,શે મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ,શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ, તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મૂળાની ભૂખ્યા ને ભોજન સંસ્થા, નિતીન ભાઈ માને નું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, રજનીશ સિંગ ની સંસ્થા જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ,અને ડેક્ષર પટેલ ની સિકલ સેલ અવરનેસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિન્હ ભેટ આપ કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દીવાન મહિલા વિગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમિમ પટેલ,ઝોન કોર્ડીનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ, મહિલા વિગ મંત્રી ચાંદની બેન મૂળાની, તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા અંકલેશ્વર,રાજેશ ભાઈ ખુમાણ ભરૂચ,અશોકભાઈ રાવલ હાંસોટ,નઈમ ભાઈ દીવાન વાગરા,સલીમભાઈ પટેલ જંબુસર,સનેહલભાઈ પટેલ નેત્રંગ નાઓ એ જહેમત ઉઠાવી હતી..
કાર્યક્રમ દરમિયાન સંગઠન ની રૂપરેખા નિતીન ઘેલાણી એ રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતા નો ચિતાર રજૂ કર્યો હતો.પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિ ની પૂજા થાય તો આપણે પણ સેવા નો ભેખ લઈએ તો પૂજનીય છીએ,મહિલા પત્રકારો ને એકતા ના તાંતણે જોડવા આહવાન કર્યું હતું..ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા દ્વારા પત્રકારો ને સંગઠન માં જોડાવા,ફોર્મ ભરવા,સભ્યપદ મેળવવા ને એકતા નો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી..
કાર્યક્રમ ના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલ ભાઈ મૂળાની એ કરી હતી.