જગન્નાથજી ની રથયાત્રા માં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ ના પત્રકારો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું

જગન્નાથજી ની રથયાત્રા માં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ ના પત્રકારો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું

 

જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ

કરવામાં આવે છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન આવતા ભક્તો ને પ્રસાદી નું વિતરણ કર્યું તેમાં અંકલેશ્વર ના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવા માં આવ્યું.

 

 

છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી માં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ

કરવામાં આવે છે અને આ રથયાત્રા શહેર ના વિવિધ વિસ્તારમાં ફરે છે.તે દરમિયાન અંકલેશ્વર શહેર ના ચૌટાનાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન આવતા ભક્તો ને પ્રસાદી નું વિતરણ કર્યું હતું.તેમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લા ના પ્રમુખ અતુલ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા,વિનોદ પટેલ,અસપાક બાગવાલા,મહેશ મુલાણી,નિઝામુદ્દીન શેખ,સુનિલ પરમાર,યોગેશ પટેલ,અફઝલ પઠાણ ,જેમિશ મોદી,અને અંકલેશ્વર ના પત્રકારો જોડાયા .આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, , ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા નિમિતે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

હતો

Leave a Comment