અંકલેશ્વરમાં જેનીથ હાઈસ્કૂલ ખાતે સમૂહ નિકાહનું આયોજન કરવામા આવ્યું

આજરોજ 2 -6 – 2024, અંકલેશ્વરની જેનીફ હાઇસ્કુલ માં મુસ્લિમ સમાજના આઠ દીકરા દીકરીના સમૂહ નિકાહ ભવ્ય સમારંભ યોજાયો હતો સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શબનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર તાલુકાના આઠ દીકરા દીકરીના સમૂહ નિકાહ નો આયોજન કરવામાં આવ્યું હતું આ નિકાહમાં આયોજકો દ્વારા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી આઠ જોડા પૈકી લકી ડ્રો દ્વારા એક જોડા ને મક્કા મદીના ઉમરાહ માટે મોકલવામાં આવશે જેનો તમામ ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવશે આ આયોજન માં આગેવાનો શ્રી સઉદ ભાઈ શેખ બખતયાર ભાઈ શેખ મોઈન બાવા ગ્યાસુદ્દીન બાવા નજમુદ્દીન શેખ વસીમ ફડવાલા ફારૂકભાઈ શેખ અને વિવિધ અગ્રણીઓ અને સાત સહકાર આપનાર કાર્યકર્તાઓ જેમણે ભારે જહેમત ઉઠાવી આ સમારંભ ને યાદગાર બનાવ્યો હતો

Leave a Comment