સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અંકલેશ્વર માં ધુળ ખાઈ રહી છે
અંકલેશ્વરમાં વર્ષોથી ધૂળ ખાય છે સરકારી સાઈકલો, અધિકારીઓની આળસના કારણે સરકારી લાભથી વંચિત બાળકો
અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે
અંકલેશ્વર તાલુકાની,જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે
ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીને કારણે ૨૫૦થી વધુ સાયકલો અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ગોયાબજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે
મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૫ માં અંકલેશ્વર,આમોદ તેમજ જંબુસર તાલુકાની શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે આ સાઈકલો સરકાર દ્વારા અપાય હતી સાઇકલોની આવી દુર્દશા માટે જિમ્મેદાર કોણ ? સ્થાનિક લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે