અંકલેશ્વર શહેર માં આગામી ૭ જુલાઈ ને અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે વાહન વ્યવહાર ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું

ભરૂચ- શુક્રવાર – ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં તારીખ: ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ અષાઢી બીજ નિમિત્તે જુના દીવા રોડ પર આવેલ હરીદર્શન સોસાયટીથી ભગવાન જગન્નાથજીનાં મંદિરથી નિકળી જલારામ મંદીર, ભરૂચી નાકા, જયોતિ ટોકીઝ, આઈસ ફેક્ટરી-સેલારવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, હનુમાન ડેરી, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, જોષીયા ફળીયા પંચાયટીવડ,સાંઈ મંદિર, ભરૂચી નાકા, રમણે મૂળજીની વાડી થઈ પરત જગન્નાથજી મંદિર ખાતે આવી હરિ દર્શન સોસાયટી ખાતે વિસર્જન થનાર છે. યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. જેથી જાહેર જનતાની સલામતી માટે ઉપરોક્ત દિવસ દરમ્યાન વાહન વ્યવહાર ઉપર અંશત નિયંત્રણ મુકવાની આવશ્યકતા જણાય છે.
આથી એન.આર.ધાધલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની ૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નીચે જણાવેલ વિસ્તારોમાં તારીખ- ૦૭/૦૭/૨૦૨૪ ના સવારના ૧૧:૦૦ કલાકથી રાતનાં ૨૦:૦૦ કલાક સુધી નીચેના રૂટનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રાખવા ફરમાવું છું. આ હુકમ પોલીસ કે બીજા અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ હશે તેને બંધનકર્તા રહેશે નહિ.

નીચે મુજબની રસ્તો વાહનો માટે બંધ રહેશે:-
(૧) એશીયાડ નગરથી ચૌટા નાકા સુધીનો રસ્તો
(૨) ચૌટા બજારથી ભરૂચ નાકા સુધીનો રસ્તો
નીચે મુજબના રસ્તા ડાયવર્ટ થશે:-
(૧) સુરત-હાંસોટ તરફથી અંકલેશ્વર તરફ આવતા મોટા વાહનોને સાહોલથી કીમ નેશનલ હાઇવે નંબર ૪૮ તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
(૨) અંકલેશ્વરથી હાંસોટ-સુરત તરફ જતાં મોટા વાહન સુરવાડી બ્રિજથી મહાવીર ટનીંગ અંકલેશ્વરથી નેશનલ હાઇવે નંબર ૪૮ તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
(૩) એશિયાડ નગરથી સર્વોદય નગર ચાર રસ્તાથી, કસ્બાતીવાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગેસ ત્રણ રસ્તાથી આદર્શ સ્કુલ, પીરામણનાકા તરફ વાહનો ડાયવર્ટ કરવાના રહેશે.
(૪) ચૌટાનાકાથી પંચાટી બજાર, ભરૂચીનાકા સુધીના જાહેર રસ્તા પરની દુકાનો તથા લારી-ગલ્લા, પથારાવાળા વેપારીઓને રસ્તા પર દબાણ કરવા પર નિયંત્રણ રહેશે.
આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Leave a Comment