ભરૂચ પાસે દહેજ સેઝ-1માં આવેલી કંપનીમાં નું કામ કાજ પુર્ણ થતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેનો સામાન પરત લઇ જવાનો હતો. જોકે, દહેજ સેઝ-1ના ગેટ પરથી સામાન કઢાવવા માટે ચેકિંગ કરાવી પેપર પર સહી-સિક્કા કરાવાના હોઇ છે તેના માટે કસ્ટમ ઇન્સ્પેક્ટરે રૂ. 40 હજારની લાંચ માંગી હતી. જેથી કોન્ટ્રાક્ટરે ભરૂચ એ.સી.બીમાં સંપર્ક કરી છટકું ગોઠવી તેને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પાસે દહેજ ખાતેની સેઝ-1 ની કંપનીઓમાં એક શખ્સ કન્સ્ટ્રક્શન સિવિલ અને મિકેનીકલ કોન્ટ્રાક્ટર તરીકે ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતો હતો. કોન્ટ્રાક્ટરનું સેઝ-1 માં ચાલતુ કામ પુરુ થઈ ગયેલ હોય જેથી સામાન પરત લેવા માટે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે ગત 7મી જૂનના રોજ આ કામના આરોપી પાસે પેપર લઇને જતાં આ કામના આરોપીએ પેપરમાં સહી ન કરી કોન્ટ્રાક્ટર પાસે રૂ.40 હજારની લાંચ માગી હતી. જોકે તેઓ લાંચ આપવા માંગતા ન હોય ભરૂચ એ.સી.બી.નો સંપર્ક કરી તમામ હકિકતથી વાકેફ કરતાં એસીબીએ તેમની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.40 હજારની લાંચ સ્વીકારતાં ટીમે તેમને ઝડપી પાડ્યો હતો.
[democracy id="1"]
[adsforwp id="47"]