અંકલેશ્વરમાં શેલારવાડ ખાતે રથયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું

*અંકલેશ્વર માં શેલારવા

ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું*

 

અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરાઈ હતી, હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી, શહેર માં કોમી એખલાસ નો માહોલ જોવા મળીયો હતો, આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં કૌમી એખલાશ નો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દૂ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી, આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી ગ્યાસુદ્દીન સૈયેદ બાવા સાહેબ, વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, રિટાયર્ડ પીઆઇ મોહમ્મદ અલી શેખ, અસ્પાક બાગવાલા, ઈમ્તિયાઝ ઘોણીયા, મુસ્તાક ચીકીવાલા, સબ્બીરભાઈ ગેરેજવાળા, સાદિક શેખ, જુબેરભાઈ મેમણ તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment