કોમી એકતાના પ્રતીક સમાન વાંસી ગામે ચોથો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો
દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતા ના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિંદુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે
બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા ઐયુબ બાપુ તેમજ સરપંચ નીયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાત ના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે