
અંકલેશ્વર
૧૦.૧૨.૨૦૨૫
ઝગડિયા ઓદ્યોગિક વસાહત ના પ્રદુષિત પાણી ને દરિયા સુધી લઇ જવા માટે ૧૦ વર્ષ પેહલા ફાઈબર ની લાઈનો નાખવાની કામગીરી થઇ હતી. જોકે આ ફાઈબર ની લાઈન વાંરવાર લીકેજ ના પ્રશ્નો થવાથી ખેડૂતો અને ઉદ્યોગો ને નુકશાન થતું હતું તેથી ત્રણ સ્થળો મળી કુલ ૧૫ કિ.મી. ની નવી સ્ટીલ ની લાઈન નાખવાનો નિર્ણય ઝગડિયા જીઆઇડીસી તરફથી લેવામાં આવેલ જેથી નવી લાઈન નાખવાની કામગીરી ચાલી રહેલ છે.
વાંરવાર લીકેજ થવાથી પાક અને જમીન ને નુકશાન થતું હોવાથી ખેડૂતો દ્વારા તેમના માલિકીની જમીન માંથી આ નવી નાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તે બાબત માં નાયબ કલેકટર સાહેબ અંકલેશ્વરઅને મામલતદાર સાહેબ હાંસોટ દ્વારા અનેક વખત મીટીંગો થવા છતાં કોઈ સમાધાન થયું નથી.
મીટીંગ દરમ્યાન NCT ના અધિકારી શ્રી ઉમેશ ચોહાણ દ્વારા જણાવેલ કે ૧૦ વર્ષ પેહલા જયારે લાઈન નંખાઈ હતી ત્યારે કરાયેલ ROU (વપરાશી હક) મુજબ અમે કામગીરી કરી રહ્યા છીએ. સરકારી નિયમો મુજબ અમો વળતર આપવા માંગીએ છીએ. ખેડૂતો સાથે અનેક મીટીંગો કરી છે . સમાધાન ના થતા અને કામગીરી ઝડપી પૂરી કરવી હોવાથી અમોએ પોલીસ પ્રોટેક્શન મેળવ્યું છે અને અમારી કામગીરી ચાલી રહી છે.
હાંસોટ ના ખેડૂત શ્રી ફકરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે ” આ પેહલા ઉમેશભાઈ સાહેબ SDM સાહેબ નો હુકમ છે એવું જણાવતા હતા ,હવે SDM સાહેબે જણાવ્યું કે મેં આવો કોઈ હુકમ કર્યો નથી તેથી હવે જુના ROU મુજબ કામગીરી કરવાનું કહે છે તો મારી સાથે આવો કોઈ ROU થયો જ નથી અને કોઈ ખેડૂત સાથે ROU થયો હોય તો પણ તે લાઈન લીકેજ કે અન્ય સમારકામ માટે હોય છે અને તે માટે પણ ખેડૂત ની સંમતી અને વળતર ચુકવવા નું હોય છે. અહિયાં તો નવી લાઈન નાખવાની કાર્યવાહી થઇ રહી છે અને નવી લાઈન માટે ખેડૂતો સાથે નવો ROU કરવું પડે જે અમારી સાથે કર્યા વગર અમારી માલિકી ની જગ્યા માં અમારી મરજી વિરુધ્ધ પ્રવેશ કરી ખેતર ખોદી રહ્યા છે, અને પોલીસ તરફથી એમને પ્રોટેક્શન મળ્યું છે. અગાઉની લાઈનો માં વાંરવાર લીકેજ થવાથી અમારી જમીનો ની ફળદ્રુપતા ખતમ થઇ છે. ભવિષ્ય માં આ જમીનો NA પણ ના થઇ શકે જેના લીધે અમારે નવી લાઈન નો વિરોધ છે. અમોએ SDM સાહેબ ને રજૂઆત કરી છે પરંતુ અમોને ન્યાય મળ્યો નથી. જીઆઇડીસી ના આ ગેર કૃત્ય ને સ્થાનિક પ્રશાસન નો સાથ મળી રહ્યો છે એ દુખદ છે. અમો સવીધાન માં મળેલ હક્કો મુજબ અમારી લડત ચાલુ રાખીશું. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ઉદ્યોગો ના વિકાસ ખેડૂતો ના વિનાસ થી ના થાય એવી અમારી રજૂઆત છે.”
*સલીમ પટેલ*
*પ્રકૃતિ સુરક્ષા મંડળ*

